ગુરુવાર, 29 એપ્રિલ, 2010

આવજો ન્યુઝીલેન્ડ !

         ધરતીનો છેડો !
Hei Kona Mai New Zealand !
હેઇ કોના મઈ ન્યુઝીલેન્ડ !
આવજો ન્યુઝીલેન્ડ!


જ્યારે આ લેખ વાર્તાલાપમાં પ્રદર્શિત થશે ત્યારે અમે (હું અને મારાં શ્રીમતીજી) ન્યુઝીલેન્ડની વિદાય લઇ ચુક્યાં હોઇશું. સિંગાપુર એર-લાઇન્સના વિમાનમાં ઑકલેન્ડથી મુંબઇ ની હવાઇ સફર વાયા સિંગાપુર લગભગ 18 કલાકની છે પણ સમય રેખાને લીધે અમે જીંદગીના સાત કલાક પરત મેળવીશું! પુરા સાડા આઠ મહિનાનો મુકામ ! સમય ક્યાં વ્યતીત થયો એ ખબર જ ન રહી. દીકરી-જમાઈની પ્રેમાળ મહેમાનગતિ અને ત્રણ વર્ષના દોહિત્ર અનયનાં નિર્દોષ તોફાનોએ અવર્ણનીય અને અલૌકિક આનંદ સાથે પરમ સંતોષનો અનુભવ કરાવ્યો. 62 વર્ષે પહેલી વાર સંપૂર્ણ નિવૃત્તિનો અનુભવ કર્યો.

થોડો સમય મુંબઈ અને પછી “હોમ સ્વીટ હોમ” ! પાછા બોપલ વાસી થઇ જશું. નવ મહિનાની ધૂળ ખંખેરતાં વાર લાગશે. અમદાવાદમાં અધુરી મુકેલી જીંદગીના તાર ફરી સાંધતાં સમય થશે અને બ્લોગ પર સક્રિય હાજરી એકાદ માસ સુધી નહિ પુરાવી શકાય. જોકે દર શુક્રવારે નિયમિત નવી રચના પ્રકાશિત થતી રહેશે. ઇ-સંદેશાથી આ બાબત ની જાણ આપને નહિ થઇ શકે. પરંતુ ગુજબ્લોગ અને “બ્લોગ એગ્રીગેટર” દ્વારા જરૂર જાણ થશે. આપ ‘વાર્તાલાપ’ની મુલાકાત લેવાનું અને પ્રતિભાવો પીરસવાનું ચુકશો નહિ. 

છેલ્લે મારા પ્રિય કલાકારો મુકેશ અને  રાજકપૂરનું ફિલ્મ "દિવાના"નું આ ગીત યાદ આવે છે...........

હમ તો જાતે અપને ગામ, અપની રામ રામ રામ!




2 ટિપ્પણીઓ: