શુક્રવાર, 19 માર્ચ, 2010

ભજમનનાં ભોળકણાં - 4

વેબના વાયરા
વેબના વાયરા વાયા ને વાચકો! રાધાને પહેરાવ્યું પેંટ
શારદા જીન્સ કેમ ના પહેરે?  ભાયું! એવી ફરે છે રેંટ

ડોટ કોમની આંધીમાં અલ્લખને ઓટલે ગોપીઓ છાંટે છે સેંટ
એવા વગદાં-વટાળ ને પકડીને ભજમન ! માર એક ઉંચકીને ફેંટ


છપ્પો
અભણ ભણેલા ને અણઘડ, હવાઇ ઓટલા હાંકે સહુ
મતિનષ્ટની માઠી ટેવ, નકલ કરે ને સૉરી ન  કે’વ
વિનય વિવેક છાંડ્યા એમ, ન ઉપાલંભની કશી અસર.

નોંધ: ઉપરની રચનાઓ આપને પસંદ ન આવે તો પણ આપનો પ્રતિભાવ આપશો તો મને ગમશે.
રેંટ = કૂવામાંથી પાણી કાઢવાની ઢોચકાંવાળા ચક્કરની યોજના = રટણ
અલ્લખનો ઓટલો = હવાઇ ઓટલો = બ્લોગ

7 ટિપ્પણીઓ:

  1. અલખનો ઓટલો...હવાઇ ઓટલો ? ભજમનભાઇ, આ સમજાયું નહીં.

    પરંતુ વેબનો વાયરો ગમ્યો. .

    જવાબ આપોકાઢી નાખો
  2. utkantha dholakia મનેં, gujblog ને
    વિગતો દર્શાવો 05:48 pm (1 કલાક પહેલા)

    very nice.
    Utkantha Dholakia

    જવાબ આપોકાઢી નાખો
  3. Comment by યંત્રશાસ્ત્રી સતીષ રાઠોડ 57 minutes ago Delete Comment ભાઈ ભોજા ભગતના ચબખા તો સાંભળેલા ,પણ ભજમનનાં ભોળકણા....?

    "વેબના વાયરા વાયા ને વાચકો! રાધાને પહેરાવ્યું પેંટ
    શારદા જીન્સ કેમ ના પહેરે? ભાયું! એવી ફરે છે રેંટ"

    વાહ ,બોસ..!
    s.s.Rathod

    જવાબ આપોકાઢી નાખો
  4. Rashmin Avashia મનેં ને
    વિગતો દર્શાવો 10:40 am (7 કલાક પહેલા)

    ભજમન ,

    ખરેખર ,આ જમાનામાં વ્યક્તિ " વેબ ના વંટોળ અનેચકરાવા માં "ઘણું કરી શકે .?
    રશ્મીન

    જવાબ આપોકાઢી નાખો
  5. હવે નેટ જગતના પીળા પત્રકારત્વ વિશે પણ ભોળકણું બનાવજો. મસાલો જોઇતો હશે , તો આપીશ!

    જવાબ આપોકાઢી નાખો