શુક્રવાર, 26 માર્ચ, 2010

એક આળવીતરું ! - 2

શ્રી સુરેશભાઇ જાની ના બ્લોગ ‘ગદ્યસુર’ માં ‘સ્વાસ્થ્ય અને જીંદગી‘ (તા.16/03/2010)  શિર્ષક્વાળી એક પોસ્ટ મુકી છે. પોસ્ટ નો વિષય ખબર પડી બાકી કાંઈ સમજ ના પડી. ( હવે એમાં સુરેશભાઇનો શું વાંક ?)    તેમાં એક પ્રતિભાવ કંઇક આવો છે.
( copy & paste  ! આ માટે પરવાનગી લેવામાં આવી નથી. )

"jagadishchristian // March 17, 2010 at 11:43 am
Reply
From Gujaratilexicon

પહેલું સુખ તે જાતે નર્યા – સૌથી મોટું સુખ તંદુરસ્તી છે.

પહેલું સુખ તે જાતે નર્યા,
બીજું સુખ તે ઘરે દીકરા,
ત્રીજું સુખ ગુણવંતી નાર,
ચોથું સુખ કોઠીએ જાર (નર્યા સાજા, કોઠીએ જાર ઘરમાં ખાસ્સું અન્ન)

ચાર સુખ.
જો તન અને મન તંદુરસ્ત હશે ધન આપોઆપ મળી જશે."

આ પ્રતિભાવ વાંચતાં મનમાં એક બે આળવીતરાં ઉપસી પડ્યાં. એક આળવીતરું તો મેં ત્યાં જ પ્રતિભાવમાં ઠપકારી દીધું!  ( પ્રતિભાવેષુ કિમ્ દરિદ્રતા? )  ચાલો તમારી સાથે માણું ! (શેર કરું?)
( કોઇએ બંધબેસતી પાઘડી/ટોપી/સાફો/હેટ [ ફીટ થાય તો પણ] પહેરવાં નહિ.)

પહેલું સુખ તે મનથી વર્યા
બીજું સુખ તે દુનિયા ફર્યા
ત્રીજું સુખ ધનવંતી નાર
ચોથું સુખ તો ખાનગી યાર!

                          ***
સત્તરિયું

ટીપ્પણીઓ છે
ભરપૂર, ઓટલે
પોસ્ટ? ‘હાક્ છીં!’


નોંધ: ઉપરની રચનાઓ આપને પસંદ ન આવે તો પણ આપનો પ્રતિભાવ આપશો તો મને ગમશે.
(પ્રતિભાવેષુ કિમ્ દરિદ્રતા ?)
સત્તરિયું= સત્તર અક્ષરનું ગતકડું (હાઈકુ સાથે કાંઇ લેવાદેવા નહિ)

5 ટિપ્પણીઓ:

 1. Pancham Shukla મનેં ને
  વિગતો દર્શાવો 09:14 am (5 મિનિટ પહેલા)

  સાચું કીધું. પ્રતિભાવેષુ કિમ્ દરિદ્રતા ?
  આળવિતરું ગમ્યું.

  જવાબ આપોકાઢી નાખો
 2. E-mail responses
  1. BJ Mistry મનેં ને
  વિગતો દર્શાવો 09:34 am (12 કલાક પહેલા)

  Thank You.

  2.Dr. Rajendra Trivedi મનેં,
  વિગતો દર્શાવો 02:03 pm (7 કલાક પહેલા)

  You have your views.

  જવાબ આપોકાઢી નાખો
 3. પોસ્ટ નો વિષય ખબર પડી બાકી કાંઈ સમજ ના પડી.
  --------------------------
  એ પોસ્ટ ન હતી - પોસ્ટર હતું !!
  માટે જ આટલા બધાએ સમજ પાડી દીધી !!!
  સારા બનાવેલા પોસ્ટરની ખૂબી દર્શાવવાનો આશય હતો, જે સિદ્ધ થયો.
  પોસ્ટર = જાહેરાત હાઈકૂ !!!!!!!

  જવાબ આપોકાઢી નાખો
 4. મારા બ્લોગનું નામ ' ગદ્યસુર' છે - 'સુરેશ' નું ગદ્ય
  - 'સુજાન'

  જવાબ આપોકાઢી નાખો
 5. સુરેશભાઇ,
  આ અલ્પમતિને સમજણ આપવા માટે આભાર.
  ગદ્યસુર સુધારી લીધું છે. ક્ષતિ બદલ ક્ષમા.

  ડૉ. ત્રીવેદી સાહેબ,
  ગુજરતી લેક્સીકન મુજબ
  અળવીતરું = વિo; નo અટકચાળું; તોફાની; ચાંદવું (૨) નo તોફાન; છેડતી = Cartoon.

  જવાબ આપોકાઢી નાખો