શુક્રવાર, 5 ફેબ્રુઆરી, 2010

ભજમનનાં ભોળકણાં

નવી દિલ્હી, તા.૬
આકાશને આંબતા ખાદ્ય ચીજોના ભાવ મામલે ટીકાનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકારે ખાદ્ય ચીજોના ભાવ પર અંકુશ માટેના પગલાં સૂચવવા મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય પ્રધાનોની સમિતિ રચવાનો નિર્ણય કર્યો છે.


વડાપ્રધાન ડો. મનમોહનસિંહે અત્રે ખાદ્ય ચીજોના ભાવ અંગેની રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, "ખાદ્યાન્ન ફુગાવાના મામલે કપરો સમય વીતી ચૂક્યો છે અને પરિસ્થિતિમાં ટૂંકમાં
સુધારો થશે. ખાદ્યાન્ન ફુગાવાને લાગેવળગે છે ત્યાં સુધી ખરાબ સમય વીતી ચૂક્યો છે. મને વિશ્વાસ છે કે, અમે ખાદ્ય ચીજોના ભાવ ટૂંક સમયમાં સ્થિર કરી શકીશું."

•કપરો સમય વીતી ચૂક્યો છે, સ્થિતિ ટૂંકમાં સુધરશે : વડાપ્રધાન                                  (સૌ: 'સંદેશ')
નોંધ:- પોસ્ટ પ્રકાશિત કર્યાના બીજે દિવસે વર્તમાનપત્રોમાં ના સમાચાર તરફ ધ્યાન દોરાયું. (6/02/2010)



ભજમનનાં ભોળકણાં

તેલંગણામાં હોળી સળગે, કંઇ કેટલાએ ભરી જેલ
દેવાંમુક્તિ નારા તોયે, ખેડૂતનું જીવતર ઝેર
સોંઘા મનેખની મોંઘી મોરસ, ને મોંઘું થયું તેલ
(___________________________________)*

તોયે મનમોહનની ગીતા બોલે, ઑલ ઇઝ વેલ

હોકી-કન્યા વલવલે ને ક્રિકેટરોને રેલમછેલ
ઘાસચારા ને સુટકેસ, બોફોર્સનો નોખો ખેલ,
લાલુ, કોંડા, શીબુ સોરેન, ભઇ! એના મોટા મ્હેલ
પરિવારની પીપુડી વાગે, સહુ નાચે બેતાલમેલ

તોયે મનમોહનની ગીતા બોલે, ઑલ ઇઝ વેલ

પ્રદેશવાદનું તાંડવ, વળી કોમવાદનો કેર
નક્સલ, માઓ, ભાષાવાદી વકરે બૉગનવેલ
ચીનાઓની ચૂંચી ચાલ, સરહદે ઘાલમેલ
દેશના દુશ્મન સીમા પર, ફેંકે બોંબ ‘ને શેલ

તોયે મનમોહનની ગીતા બોલે, ઑલ ઇઝ વેલ

(ભોળકણાં= ભોળાભાવે રચેલાં જોડકણાં)


*(___ ____)  ખાલી જગ્યા પૂરો.  ભાવકોને પાદ્પૂર્તી માટે ભાવભીનું આમંત્રણ છે.

18 ટિપ્પણીઓ:

  1. એકદમ સાચુ ભજ્મનભાઈ..પણ આ બધા સામે ટકી રહેવું તો પડે જ ને..આપણું અસ્તિત્વ તો મજબૂત અડીખમ બનાવવું પડે જ ને.એ માટે આ ઓલ ઈસ વેલ બોલો અને અંદર કોઈ ચેતના સ્ફુરે તો કંઈ ખોટુ તો નથી જ ને..માહ્ય્લો તો સુકાવી ના દેવાય ને આ બધામાં.એને તો મસ્ત લીલોછ્મ જ રાખવો પડે તો જ જીવન જીવ્યા કહેવાઓ..બાકી તો પશુ પક્ષી અને આપણી વચ્ચે ફરક શું ?ઓલ ઈસ વેલ ઈરછા તો રાખવી જ રહી.

    સ્નેહા-અક્ષિતારક.

    જવાબ આપોકાઢી નાખો
  2. મોજ પડી ગૈ મારા બાપલા!ને એમાંય તમે ગુજરાતી ભાષાને ભોળાભાવે આપેલો નવો શબ્દ ’ભોળકણાં’ અદભૂત!

    જવાબ આપોકાઢી નાખો
  3. બહોત ખૂબ...ભજમનભાઇ... તમારા ભોળકણા ચાલુ રાખશો...

    જવાબ આપોકાઢી નાખો
  4. HI Bhajman kaka,
    excellent......especially word ભોળકણા

    Here I am just trying to fill that blank space.
    Hope you may like.....will think something else as well..
    also extended one more stanza....

    પડીકા માં પાણી, ને વેપારી સુગર દે સંતાડી,
    તોયે મનમોહનની ગીતા બોલે, ઑલ ઇઝ વેલ


    ઇન્ટરનેટ ના જમાના માં….સર્જનશક્તિ દે હાથ તાલી,

    નવું નવું રોજ જાણે પણ અમલ માં મુકવાનું ની કાંઈ

    મોબાઇલ ને કમ્પ્યુટર પર વાતો કરે બૌ સારી,

    પણ જો મળે કોઈ સામું તો વ્યસ્તતા બૌ ભારી,

    તોયે મનમોહનની ગીતા બોલે, ઑલ ઇઝ વેલ

    જવાબ આપોકાઢી નાખો
  5. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  6. HOW IS THIS?

    મોટા મોટા બાંધ્યા મંદિરો, પણ માંહ્લો રહ્યો મેલ,
    તોયે મનમોહનની ગીતા બોલે, ઑલ ઇઝ વેલ

    જવાબ આપોકાઢી નાખો
  7. I read this ભોળકણાં in hurry, and misunderstood word મનમોહનની ગીતા....I understood it as GOD Shri Krishna' Geeta instead of our Prime Minister Manmohan Singh's Geeta ....I realised I made a mistake to understood the core of the message that it is all about problems in our nation INDIA....I understood in hurry that it is about general problems....

    Bhajman kaka, you can delete my previous comments....

    જવાબ આપોકાઢી નાખો
  8. Hiral, Thanks for your interest and try. You continue this practice. Let there be another Bholakanu !

    @Pancham Shukla,Nilamben, Jani saheb Thanks for your support.

    જવાબ આપોકાઢી નાખો
  9. ગુજરાતી બોલાય છે સાચી ગુજરાતમાં ? બોલ!

    તોયે મનમોહનની ગીતા બોલે, ઑલ ઇઝ વેલ

    આખી કવીતા ' હાસ્ય દરબાર ' માટે માંગી લઉં છું . આપશોને?

    જવાબ આપોકાઢી નાખો
  10. શ્રી સુરેશભાઇ,

    મનમોહનને તો ગુજરાતી સાથે શું લાગે વળગે ? ભાષા વિષે આપની લાગણી કાંઇક આ રીતે વર્ણવું ;

    "ભાષા છે કે ભેળ પકોડી ના જાણે શાહ , પટેલ
    તો ય ગુજરાતીઓ ગાતા જાએ ઑલ ઈઝ વેલ. "

    જવાબ આપોકાઢી નાખો
  11. Well, Bhajman Congratulations...You are right, All is not that "Well" in India, but some how I like India... Its People and Politics....Dhiren avashia

    જવાબ આપોકાઢી નાખો
  12. BY e-MAIL
    Rashmin Avashia મનેં ને
    વિગતો દર્શાવો 02:18 pm (2 કલાક પહેલા)

    ભજમન

    તમારા "" ભોલકના "" બે વખત ખોલીને વાંચ્યા .ખુબજ મજા પડી
    ખરેખર ,આ જમાના માં જે કઈ ખોટું સાચું કરો ,પણ જે કરો તે વેલ છે ,તેમ કરનારા તો તેજ સમજેછે માટે આ જમાના ના મન.....મોહન ,ની ગીતા પણ તેજ બોલેછે ''''ઓલ ઈઝ વેલ "".
    બાકી હિરલ શાહ ની ટીપની પણ સારી છે
    ધીરેન નો પણ જવાબ વાચ્યો ......?
    કેલાશ ને પણ ખુબજ ગમેલ છે.ને તમારા લખાણ ગમેછે .

    રશ્મીન

    જવાબ આપોકાઢી નાખો
  13. વાહ "ભોળકણા" અને આપણે રહ્યા પાછા "ભુલકણા"
    બ્લોગ ખુબજ શણગાર્યો છે.
    આભાર. નમસ્તે.
    વ્રજ દવે

    જવાબ આપોકાઢી નાખો
  14. ભોળા ભાવે ભજમનભાઈએ ભોળકણાઓ કીધા
    ખેલ ખેલમાં નેતાઓના ખેલ બતાવી દીધા
    આકાશી ઓટલે ચર્ચાનો અદભુત છે આ ખેલ
    દુનિયા જાણે નેતાઓના હ્રદયના સઘળા મેલ
    તોયે મનમોહનની ગીતા બોલે, ઑલ ઇઝ વેલ

    જવાબ આપોકાઢી નાખો