શુક્રવાર, 25 ડિસેમ્બર, 2009

આપ શું વિચારો છો ? - વેશ્યાવૃત્તિ ડામો કે મંજૂરી આપો: સુપ્રીમ


*****************************
Wish you all merry christmas.

******************************વેશ્યાવૃત્તિ ડામો કે મંજૂરી આપો: સુપ્રીમ - Divya Bhaskar Daily Gujarati News Paper Ahmedabad Surat Baroda Rajkot News Gujarat Mumbai
દિ.ભા. Agency, New Delhi

સુપ્રીમકોર્ટનો કેન્દ્રને વેધક પ્રશ્ન: વેશ્યાવૃત્તિ કાયદાની મદદથી ડામી શકાતી ન હોય તો કાયદેસર કેમ નથી કરતા ?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે દંડકીય પગલાંની મદદથી વેશ્યા વ્યવસાયને ડામી શકવો વ્યવહારુ રીતે સંભવ ના હોય તો તેને કાયદેસર મંજૂરી આપો.

ન્યાયમૂર્તિ દલવીર ભંડારી અને એ.કે.પટનાયકની બનેલી બેન્ચે સોલિસટિર જનરલ ગોપાલ સુબ્રમણ્યમને જણાવ્યું હતું કે, તમે જયારે કહો છો કે તે જગતનો સૌથી જૂનો વ્યવસાય છે અને કાયદાની મદદથી તેને ડામી નથી શકતા તો તેને કાયદેસર કેમ કરતા નથી? ( પુરા સમાચાર માટે ઉપર અહિં ક્લીક કરો.)

થોડા દિવસો પહેલાં ઉપરોક્ત સમાચાર આપ સહુએ  દિવ્ય ભાસ્કરમાં કદાચ વાંચ્યા હશે. વેશ્યાવૃત્તિ - એ સદીઓ જૂનો, ખૂબ જ ચવાયેલો, ચીમળાયેલો, ગવાયેલો, ગાજેલો, વિષય છે. સુગાળવા સમાજનો ઉપેક્ષિત, અણગમતો, અને તિરસ્કૃત વિષય છે. અને છત્તાં તે કાયમને માટે સળગતો, અણ-ઉક્લ્યો પ્રશ્ન છે.

આપણામાંથી મોટા ભાગના વાચકોએ આ સમાચાર પર નજર ફેરવીને નિસ્પૃહતાથી અન્ય સમાચારોમાં ધ્યાન પરોવ્યું હશે. ફક્ત ભારતમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓની આ અવદશા તરફ સમાજ ઘોર ઉપેક્ષા સેવે છે. અથવા તો “ટેકન ફોર ગ્રાન્ટેડ” , “ આવું તો ચાલ્યા કરે” એમ એક સ્વાભાવિક સામાજિક અંગ તરીકે જોવામાં આવે છે. અને છત્તાં તે કાયમને માટે સળગતો, અણ-ઉક્લ્યો પ્રશ્ન છે.

આ એક એવું સામાજિક દુષણ છે જેને વિષે રજેરજ માહિતી ઉપલબ્ધ છે. આનાં મુળભૂત કારણો, તેનાં દૂરગામી તેમજ ટુંકા ગાળાના દ્ષ્પરિણામો સર્વવિદિત છે. કોઇનાથી અજાણ્યા નથી. અને છત્તાં તે કાયમને માટે સળગતો, અણ-ઉક્લ્યો પ્રશ્ન છે.

ગયા અઠવાડિયે આપણે આ પાનાંઓ પર ડો. સુનિતા ક્રીષ્ણન વિષે વાંચ્યું. આવી અનેક નામી-અનામી વ્યક્તિઓ અને સમાજ સેવી સંસ્થાઓ આ વ્યવસાયમાં જાણે-અજાણે, મનથી કે બળથી, આવી પડેલી અને છુટવા માગતી અબળાઓના ઉધ્ધાર અને પુનરુત્થાન તથા પુનર્વસવાટ માટે કામ કરે છે. બહુ જ ગણ્યા ગાંઠ્યા દેશોએ દેહવિક્રયના વ્યવસાયને કાયદેસરની માન્યતા આપી છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં નારીનું અનર્ગલ, અનિર્બંધિત શોષણ થાય છે.

હવે જ્યારે દેશની સર્વોચ્ય અદાલતના માનનીય ન્યાયમુર્તિશ્રીઓએ આ સદીઓ પુરાણા મહાપ્રશ્ન પ્રતિ દેશની સર્વોચ્ય લોકશાહી સંસ્થા - લોકસભા- નું ધ્યાન દોર્યું છે ત્યારે-----આપ શું વિચારો છો ?


          #  શું ભારતમાં દેહવિક્રયને કાયદેસર માન્યતા આપવી જોઇએ ?
           
          #  શું આપ માનો છો કે આ સદીનો એક ક્રાંતિકારી નિર્ણય હશે ? 

          # શું નારી અને બાળકોનું શોષણ આથી અટકશે ?

          # શું ભ્રષ્ટાચાર અને વ્યભિચાર પર અંકુશ આવશે ?

આપના પ્રતિભાવો અવશ્ય જણાવો.

9 ટિપ્પણીઓ:

 1. In my views, legalising will not stop the exploitation but atleast unwarranted harassment from government machinery will stop. As of now, our society is not mature enough to take or digest such moves. On one hand, We can not even change prohibition policy in Gujarat than legalising prostitution is still a long way to go.

  જવાબ આપોકાઢી નાખો
 2. શ્રી ભજમન ભાઈ,
  વડોદરા મારા ઘેર એક પુસ્તક પડ્યું છે,કદાચ ચોક્કસ યાદ નથી પણ ભાગવત નો બીજો ભાગ છે.સંસ્કૃત માં શ્લોકો છે અને ગુજરાતી માં ભાષાંતર છે.એમાં ભગવાન શ્રી રામ ની શોર્ટ માં સ્ટોરી છે.એમાં લખ્યા પ્રમાણે શ્રી રામ લંકા વિજય પછી સૈન્ય સમેત અયોધ્યા પાછા આવે છે,સામે સ્વાગત કરવા ભરતજી મોટો કાફલો લઇ ને જાય છે,એમાં શ્રી રામ ના સૈન્ય નો થાક ઉતારવા વૈશ્યાઓ પણ ભરતજી સાથે લઇ ગયા હોય છે.જ્યાં સુધી સ્ત્રીને તમે વસ્તુ સમજો ત્યાં સુધી વૈશ્યાવૃત્તિ બંધ ના થાય.કાયદેસર કરવાથી ખોટી હેરાનગતિ બંધ થાય એ પણ હકીકત છે.આખાય પૌરાણિક કાલ માં ફક્ત શ્રી કૃષ્ણે સ્ત્રીઓને માન આપ્યું છે,બાકી કોઈએ નહિ શ્રી રામે પણ નહિ.શ્રી રામે સીતાજીને પ્રેમ કર્યો હશે,સન્માન નથી જાળવ્યું.ધર્મ ના નામે પણ વૈશ્યા વૃત્તિ ચાલતી હોય છે, પણ એ નજર માં નથી આવતી.એમાં તો ભક્તો જ પોતે એમની સ્ત્રીઓ અને દીકરીઓ ને ધર્મગુરુઓ ના હવાલે જાતેજ કરી આવતા હોય છે.એટલે એક ઝાટકે બંધ થવાનું શક્ય જ ના હોય તો કાયદેસર કરી નાખવું સારું.

  જવાબ આપોકાઢી નાખો
 3. આભાર કુણાલભાઇ તથા રાઉલજી. પુરાણોમાં ઘણા ઉદાહરણો જોવા મળશે. અપ્સરાઓનું કર્તવ્ય શું હતું ?

  જવાબ આપોકાઢી નાખો
 4. મેં ક્યાંક વાંચ્યુ હતું "વેશ્યાઓના કારણે આપણી માં-બહેન-બેટીઓ સલામત છે!" આનો મતલબ શું એ કોઇની માં-બહેન-બેટી નથી? અને આમાં તો એવું પણ છે કે આ વ્યવસાયા(?)માં કોઇ પોતાની મરજીથી નથી આવતું પણ પછી "ઇઝી-મની"ની (કુ)ટેવ પડી જાય છે અને તેઓ ખુદ આમાંથી બહાર નહી નીકળી શકતી હોય! કાયદેસર કરવાથી એક તો એમને ફાયદો રહે કે પોલીસ વગેરે એમને (હપ્તા માટે)રંઝાડી ન શકે પણ એનાથી "નવી-ભરતી" વધુ આસાન અને બે-રોકટોક નહી થાય? મતલબ કે આ "ફરજિયાત મતદાન" જેવો મુદ્દ્દો છે,વિચાર સારો છે પણ અમલમાં ઘણું વિચારવું પડે.

  જવાબ આપોકાઢી નાખો
 5. રજનીભાઇ,
  ચર્ચામાં ભગ લેવા બદલ આભાર. કાયદાની તરફેણમાં એક ફાયદો આપે વર્ણવ્યો. પછી આપે લખ્યું "અમલમાં ઘણું વિચારવું પડે." મારો આ જ પ્રશ્ન છે. શું શું વિચારવું પડે ?

  જવાબ આપોકાઢી નાખો
 6. વેશ્યાવૃતિ વિશ્વનો સૌથી જુનો વ્યવસાય છે અને એ બંધ થાય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. તો કાયદેસર કરવું જ સારું રહેશે. હવે લોકો સામી દલીલ એ કરે છે કે એમ તો ચોરી-ખૂન પણ બંધ નહિ થાય તો? પણ પછી અહી વ્યક્તિગત સ્વાતંત્ર્યની વાત આવે છે. સ્ત્રીનું શરીર એ સ્ત્રીની પોતાની કાયદેસરની માલિકી છે અને એનો શું ઉપયોગ કરવો એ સ્ત્રીનો હક બને છે. હા જો કોઈ બળજબરી એને આ વ્યવસાયમાં ધકેલે તો એના માટે તો કાયદાઓ છે જ.
  રહી વાત નવી ભરતી વધુ આસાન બને તો મને નથી લાગતું કાયદેસર કરવાથી સ્ત્રીઓ આ વ્યવસાય તરફ આકર્ષાય. મોટાભાગે બધી મજબૂરીથી જ આવતી હોય છે અને હજી સમાજમાં આ વ્યવસાય કરતા લોકોનું સ્થાન બહુ જ નીચું છે, આ ઈજ્જતવાળું કામ નથી કેહવાતું અને એમાં ફરક પડવાની કોઈ સંભાવના નથી.
  અને નવી ભરતી ના થાય એ માટે તો સ્વસ્થ વાતાવરણ આપણે જ ઉભું કરવાનું છે અને એ વાતમાં કાયદેસર-ગેરકાયદેસરનો કોઈ ફરક પડતો નથી.
  કાયદેસર કરવાથી સ્ત્રીઓનું શોષણ ઓછુ થશે એ વાતમાં કોઈ બેમત નથી.
  હું વ્યક્તિ-સ્વાતંત્ર્યમાં વધારે માનું છુ અને લોકોએ પોતાની મરજી મુજબ જીવવાનો હક છે જ્યાં સુધી એ બીજાની સ્વાતંત્ર્યતા પર હક ના મારે.

  જવાબ આપોકાઢી નાખો
 7. અનિશભાઇ,
  વાર્તાલાપમાં આપનું સ્વાગત. દેહવિક્રયને લગતા જે કોઇ કાયદા અસ્તિત્વમાં છે તે માટે સત્તાવાળાઓનું કેવું વલણ છે અને તેનો કેવો ઉપયોગ થાયા છે તે સર્વવિદિત છે. પ્રશ્ન છે, કાયદો કરવાથી નિરાકરણ આવશે ?

  જવાબ આપોકાઢી નાખો
 8. કઈ વાતનું નિરાકરણ? વેશ્યાવૃતિ ઓછી થશે તેનું નિરાકરણ? એ ઓછુ થશે એવું નથી લાગતું. કાયદેસર કરવાથી સ્ત્રીઓનું શોષણ ઓછુ થશે એ વાતમાં કોઈ બેમત નથી.

  જવાબ આપોકાઢી નાખો
 9. વૈશ્યાવૃત્તિ લગ્નપ્રથાની બાયપ્રોડ્ક્ટ અને અનિવાર્ય અનિષ્ટ છે તે સ્વિકારવું રહ્યું. ઉપરોક્ત પ્રશ્નનો કોઈપણ ઉત્તર સાર્થક નહી જણાય.

  જવાબ આપોકાઢી નાખો