સોમવાર, 14 ડિસેમ્બર, 2009

સુનીતા ક્રીષ્ણન



"મને જો ઈશ્વર સામે મળે તો

હું મારા ખુલ્લા હાથે તેનો ટોટો પીસી નાખું." -સુનીતા ક્રીષ્ણન 

આ શબ્દો છે એ     સ્ત્રીના જે ફક્ત 15 વર્ષની માસુમ વયે આઠ આઠ નરાધમોની હવસનો શિકાર થઇ હતી. હા, તેઓએ આ નિર્દોષ, નાજુક બાળકીને પીંખી નાખી હતી, તનથી અને મનથી ઘાયલ કરી હતી. તેના માન-સન્માનને ઠેસ પહોંચાડી હતી. વાત એટલેથી જ અટકી ન હતી, પછીના બે વર્ષ સુધી સમાજે તેને હડધૂત કરી, તેને બહિષ્કૃત કરી. સુનીતા કહે છે, "મને ત્યારે કે અત્યારે, શારીરિક અથવા માનસિક ઈજાનો અહેસાસ એટલો નહોતો થયો, પરન્તુ ત્યારથી આજ દિન સુધી અતિશય ઘૃણાસ્પદ પ્રકોપ મારા માહ્યલાને કોરી ખાય  છે."



        15 થી 40 ની ઉંમર સુધીની પચીસ વર્ષની સફરમાં આ પ્રચંડ પ્રકોપ એની આંતરિક શક્તિનો અખૂટ ભંડાર બનીને 3200 થી વધારે યુવતીઓ અને બાળકોને જાતીય સતામણી અને ગુલામીમાંથી છોડાવવામાં મદદરૂપ થયો. સુનીતા કહે છે આ ત્રણ હજાર બસોમાંની એકે એક એક યુવતીઓની પાસે કરૂણાસભર, દયનીય વાર્તા હોય છે જેમાં હવસખોર પુરુષોએ તેમને સીગરેટના ડામ દીધા હોય કે ચાબુકના સાટકા લગાવ્યા હોય કે ગુપ્તાંગમાં મરચાંનો પાઉડર ભભરાવ્યો હોય. આ બધા શેતાનો આપણી વચ્ચે જ રહે છે. તેઓ, કોઇના બાપ, ભાઇ, મામા-કાકા કે પિતરાઇઓ છે. એક અંદાજ મુજબ દુનિયામાં દર વર્ષે આશરે વીસ લાખ સ્ત્રીઓ અને બાળકો, કે જેમાંથી ઘણાં તો દસ વર્ષથી પણ નાની ઉંમરના હોય છે, લોહીના વેપારમાં ફસાયેલા હોય છે. ચોતરફ હજારો અને લાખો નાનાં ભુલકાંઓ અને યુવાન સ્ત્રીઓનુ શારીરિક શોષણ થાય છે છત્તાં આ વિષે ગેબી મૌન છવાઇ રહ્યું હોય છે જે સુનીતા ના પ્રકોપનું મુખ્ય કારણ છે. 
            એવૂં નથી કે લોહીના આ વેપારમાં ફક્ત ગરીબ વર્ગની સ્ત્રીઓ કે બાળકો ફસાય છે, મધ્યમ કે ઉચ્ચ મધ્યમ વર્ગની યુવતીઓ ગ્લેમરની લલચામણી દુનિયાની માયાજાળમાં આવીને અહીં ધકેલાય છે. ઇન્ટરનેટને કારણે નાનાં શહેરો અને કસ્બાઓમાં ચેટીંગના રવાડે ચડી ઘણી યુવતીઓ આભાસી પ્રેમની પાંખે પલાયન થાય છે અને અંતે અહીં પહોંચે છે. આમાંની 99.9 ટકા ભોગ બનેલી વ્યક્તિઓએ વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં ધકેલાવાનો વિરોધ કર્યો હોય છે. મોટા ભાગનાઓને છેતરવામાં આવેલ હોય છે, તેઓની સાથે બળજબરી થઇ હોય છે. મારપીટ થાય છે, કલ્પનાતીત અત્યાચાર થાય છે. એમને બચાવવાવાળું કોઇ નથી. સામાજિક તિરસ્કાર, ઘૃણા, અપમાન, જાતીય રોગો, મારપીટ, અત્યાચાર, શોષણ, વિ. એમનું રોજ-બ-રોજનું જીવન થઇ ગયું હોય છે. તેઓ ધીમે ધીમે આ બધાથી ટેવાઇ જાય છે. શારીરિક અને માનસિક રીતે તેઓ આ સ્વીકારી લે છે. સુનીતા કહે છે મારી લડત આ મનોસ્થિતિ સામે છે. આને કારણે આ વેપારમાંથી ઉગારી લીધેલ સ્ત્રીઓને પુનઃ વસવાટ કરાવવામાં ખૂબ અડચણ આવે છે. આ પરિસ્થિતિમાં   "પ્રજ્વળા"  નો જન્મ થાય છે.
          "પ્રજ્વળા" - સુનીતા અને અન્ય સમાનદર્શી વ્યક્તિઓએ સ્થાપેલ સંસ્થા. જેના નેજા નીચે સ્ત્રીઓ અને બાળકોને આ લોહિયાળ ગુલામીમાંથી મુક્તિ અપાવવામાં આવે છે. તેઓને સમાજમાં સ્વમાનભેર જીવન જીવતાં શીખવવામાં આવે છે. બસ ડ્રાયવર, વેલ્ડર, સુથારીકામ, કડિયાકામ, સુરક્ષાકર્મી વિગેરે . વિવિધ વ્યવસાયમાં તેઓ જોડાય છે. રીલાયાન્સ, નિરમા, ટાટા, વિ. ઉદ્યોગ ગૃહો આ વ્યક્તિઓને નોકરી આપે છે. "પ્રજ્વળા" આ ઉદ્યોગ ગૃહો સાથે આ માટે સંકલન કરે છે. 

      સમાજે જેને તિરસ્કૃત કરી, હડધુત કરી, અપમાનિત કરી, તે પીંખાયેલી, કચડાયેલી, રગદોળાયેલી નારી; ફીનીક્ષ પક્ષીની જેમ અમોઘ શક્તિ અને ઉત્સાહથી એજ સમાજની સેવામાં લાગી ગઇ ! અને તેમ છત્તાં આ સંઘર્ષમાં તેની ઉપર ચૌદ ચૌદ વખત હુમલો થયો છે. તેની એક સાથીદાર નું ખૂન કરવામાં આવ્યું છે. સુનીતાના  એક કાનને ખરાબ રીતે ઈજા કરવામાં આવી છે. આ પડકાર નો સુનીતા આમ જવાબ આપે છે,  "If I'm here today, I'm here not only as Sunitha Krishnan. I'm here as a voice of the victims and survivors of human trafficking. They need your compassion. They need your empathy. They need, much more than anything else, your acceptance.

આ મહાનારીને શત શત વંદન.

 ( સંદર્ભ: સાભાર 1.સુનીતાની કહાની તેની જ વાણીમાં સાંભળો "Sunitha Krishnan's fight against sex slavery | Video on TED.com"

2. પ્રજ્વળા વિષે માહિતી માટે લિંક પર ક્લિક કરો.)

4 ટિપ્પણીઓ:

  1. speechless, shocking.
    Pray for all these women and GOD give courage to all of us to remove our mindblocks for their acceptance.

    જવાબ આપોકાઢી નાખો
  2. There are many such gems who are silently brining positive changes to the life of deprived people. We can just encourage them to do more and wish them good in their endeavours.

    જવાબ આપોકાઢી નાખો
  3. Upasana Acharya ભજમન નાણાવટીજી.....ખુબ જ દુ:ખદ આર્ટીકલ....

    જવાબ આપોકાઢી નાખો